Home Gujarat
April 10, 2026

અમદાવાદ પૂર્વમાં જૈન સમાજની ટિકિટ માટે ભાજપ પાસે પ્રબળ માંગ, ગત ટર્મમાં અવગણના થઈ હોવાનો આક્ષેપ

Paras Joshi

Author

Post Image

અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ભાજપ દ્વારા જૈન સમાજની અવગણના કરવામાં આવતી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. જૈન સમાજના અગ્રણીઓએ ભાજપ હાઈકમાન્ડને અપીલ કરી છે કે સમાજના પ્રતિનિધિઓને યોગ્ય સ્થાન આપવામાં આવે.

ગત ટર્મની અવગણના!

અગ્રણીઓના જણાવ્યા મુજબ, ગત ટર્મમાં અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં એક પણ જૈન ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હતી. આ કારણોસર સમાજમાં ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે.

સંયુક્ત બેઠકનું પણ આયોજન

થોડા દિવસ અગાઉ શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર એમ ત્રણેય જૈન સંઘો દ્વારા સંયુક્ત બેઠક યોજીને રાજકીય પ્રતિનિધિત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પરિણામો પર અસરની ચેતવણી

જૈન સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો આ વખતે ચૂંટણીમાં સમાજને પૂરતું પ્રતિનિધિત્વ (વધુ ટિકિટો) નહીં અપાય, તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.

પુરુષ ઉમેદવારની માંગ

જૈન સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર આ વખતે મહિલાને બદલે જૈન પુરુષ ઉમેદવારને ટિકિટ આપવાની માંગ ઉઠી છે, જેથી સ્થાનિક લોકોના પ્રશ્નો અને સામાજિક કાર્યોમાં તેઓ વધુ સમય આપી શકે.

ચૂંટણીનો માહોલ

અમદાવાદ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓ માટે 26 એપ્રિલ, રવિવારે મતદાન યોજાનાર છે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી થશે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જૈન સમાજની આ માંગણીએ પક્ષના મોવડી મંડળને ટિકિટ વહેંચણી બાબતે મુંઝવણમાં મૂકી દીધા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારના જૈન અગ્રણીઓ આશા રાખીને બેઠા છે કે પક્ષ તેમની લાગણી સમજીને આ વખતે યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે.