હારિસ રઉફ 2 મેચ માટે સસ્પેન્ડ, સૂર્યા પર મેચની ફીના 30 ટકા દંડ, ICCનો ચુકાદો
આજે દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયા કપમાં થયેલા વિવાદોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જે બાદ ICCએ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હારિસને બે મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. હારિસની સાથે સાથે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ સૂર્યકુમાર યાદવ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે.