50 લાખ દહેજની માંગ અને અકુદરતી સંબંધો... દેડિયાપાડાના TDO જગદીશ સોની સામે પત્નીએ લગાવ્યા ગંભીર આક્ષેપ, FIR નોંધાવી
Paras Joshi
Author
Narmada News: નર્મદાના દેડિયાપાડામાં તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે ફરજ બજાવતા જગદીશ સોની વિરુદ્ધ તેમની પત્ની પ્રિયંકાએ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. માત્ર 7 મહિનાના ટૂંકા લગ્નગાળામાં જ દંપતી વચ્ચેનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો છે.
લગ્ન અને પરિચય: જગદીશ સોની અને પ્રિયંકાનો પરિચય મેરેજ બ્યુરો દ્વારા થયો હતો અને રાજસ્થાનના બાડી ખાતે લગ્ન સંપન્ન થયા હતા.
રૂ. 50 લાખની માંગણી: પત્નીનો આક્ષેપ છે કે લગ્નના ગણતરીના દિવસો બાદ જ પતિ અને સાસરિયાઓ દ્વારા 50 લાખ રૂપિયાની દહેજ પેટે માંગણી કરવામાં આવી હતી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.
ગંભીર આક્ષેપો: પત્નીએ આક્ષેપ કર્યો છે કે પતિ અન્ય યુવતીઓ સાથે ચેટ કરતો હતો. જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે તેને શારીરિક રીતે હેરાન કરી અકુદરતી સંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
સાસરિયાઓ સામે પણ ગુનો: આ મામલે પતિ જગદીશ સોની ઉપરાંત સાસુ જશોદાબેન, નણંદ ગાયત્રીબેન અને નણંદોયા રાકેશ ઠક્કર વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી છે.
બીજી તરફ, જગદીશ સોનીની માતાએ પણ વળતો આક્ષેપ કરતા જણાવ્યું છે કે વહુ પ્રિયંકાએ તેમનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.