Home Health
April 03, 2026

હવે ડેન્ગ્યુથી ડરવાની જરૂર નથી: વર્ષના અંત સુધીમાં આવશે નવી વેક્સિન

Paras Joshi

Author

Post Image

ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ડેન્ગ્યુના હજારો કેસ નોંધાય છે અને અનેક લોકો જીવ ગુમાવે છે. અત્યાર સુધી ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ વેક્સિન ઉપલબ્ધ નહોતી, પરંતુ હવે ભારતમાં ટૂંક સમયમાં 'Qdenga' નામની રસી આવવાની આશા જાગી છે. આ વેક્સિન જાપાનની દવા કંપની તાકેડા (Takeda) દ્વારા વિકસાવવામાં આવી છે અને તેના અંતિમ તબક્કાના ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા છે.

ભારતમાં આ વેક્સિન હૈદરાબાદ સ્થિત બાયોલોજીકલ ઈ (Biological E) સાથેની ભાગીદારીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે આ વેક્સિન ડેન્ગ્યુના કેસોમાં મોટો ઘટાડો લાવશે. Qdenga વેક્સિનને વિશ્વના 40 થી વધુ દેશોમાં મંજૂરી મળી ચૂકી છે અને WHO એ પણ તેને સુરક્ષિત ગણાવી છે. આ રસીની ખાસિયત એ છે કે જે લોકોને અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે તેમના પર પણ તે અસરકારક સાબિત થાય છે.

હાલમાં આ વેક્સિનને ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની મંજૂરી મળવાની બાકી છે. મંજૂરી મળ્યા બાદ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ડોક્ટરોના મતે, વેક્સિન આવ્યા બાદ પણ મચ્છરોથી બચવા અને સ્વચ્છતા જાળવવી અનિવાર્ય રહેશે, પરંતુ ગંભીર સ્થિતિ અને મૃત્યુદરમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળશે.